Juna Jashapar

Smart Village

Photos.


Thoriyali Dam Juna Jashapar Secondery School Thakar Mandir
Varudi Maa Temple Juna Jashapar India Post Cricket Ground
×

About.


જુના જશાપર એ સાયલા તાલુકા માં આવેલું એક ગામ છે. સાયલથી જુના જશાપર ને જોડતો પાક્કો રસ્તો બનાવેલ છે. ગામ ની બાજુમાં એક મોટો ડેમ છે જે આજુબાજુ ના ગામ માં સિંચાઇ પૂરી પાડે છે. ગામ માં ઘણી જાહેર સગવડો પૂરી પાડવામાં આવેલ છે જેમ કે સ્ટ્રીટ લાઈટો, સિમેન્ટના પાક્કા રસ્તાઓ, પીવા અને વાપરવાના પાણીની પાઇપલાઇનો, વીજળી, આંગળવાડી અને શાળાઓ. ગામમાં ત્રણ સરકારી શાળાઓ છે જેમાં ધોરણ ૧ થી લઈને ૧૦ ભણાવવામાં આવે છે. ગામમાં એક રમતગમત માટે નું મેદાન છે. ગામના લોકો મોટે ભાગે ખેતી કરે છે. બીજા વ્યવસાય માં કાળા પથ્થર (Black Stone) ની ખાણો અને ભડિયા(Stone Crushing factory) છે અને કપડાં સિવવણી ની દુકાનો અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો છે.

History.


જુના જશાપર ગામ લગભગ ૬૩ વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે ગામના એક નામાંકિત વ્યક્તિ જહા ખવડ ના નામ પરથી ગામનું નામ જહાપર રાખવામાં આવ્યું પછી અર્બન ગુજરાતી માં એ જશાપર થઈ ગયું. ગામની બાજુમાં એક નવું ગામ(અત્યારે નવા જશાપર) બન્યું હોવાના લીધે આ ગામનું નામ જુના જશાપર થઈ ગયું. ગામના લોકો પેલા હાલમાં જ્યાં થોરિયાળી ડેમ છે ત્યાં રહેતા હતા પછી સરકારે ત્યાં ડેમ નું નિર્માણ કરવા માટે લોકો ને વર્ષ ૧૯૫૫ માં અહીંયા ખસેડ્યા. વર્ષ ૧૯૫૭ માં ગામમાં પહેલી શાળા બનાવવામાં આવી હતી.

Places.


Follow Us On.


Powered by Sayla Internet